18/04/2023
Maru Anand Online
Latest News
Maru Anand
આણંદના 2 માર્ગ પર આગામી 13મી મે 2023 સુધી વન-વે ટ્રાફીક ચલાવવા હુકમ ફરમાવ્યો
આણંદ શહેરના રેલ્વે સ્ટેશન ,જૂના બસ સ્ટેશન અને સ્ટેશન રોડ માર્ગ પર ટ્રાફિકની સમસ્યા માથાના દુ:ખાવા રૂપ બની ગઇ છે. જેના કારણે વારંવાર અકસ્માતો થવાના બનાવો બનતાં હતા.તેને ધ્યાને લઇને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કેતકી વ્યાસે જાહેરનામા દ્વારા અાણંદના 2 માર્ગ પર આગામી 13મી મે 2023 સુધી વન-વે ટ્રાફીક ચલાવવા હુકમ ફરમાવ્યો છે.
આણંદ નગર વિસ્તારના રોડ પૈકી આણંદ ગોપાલ ચાર રસ્તાથી રેલ્વે ગોદી ત૨ફ જઈ શકાશે પરંતુ રેલ્વે ગોદીથી ગોપાલ ચાર રસ્તા તરફ કોઈ પણ વાહન વ્યવહાર કરી શકાશે નહી.
આણંદ શહેર તથા વિદ્યાનગરમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવાના હેતુથી સવારે 9-00 થી રાત્રિના 8-00 વાગ્યા સુધી તમામ પ્રકારના ભારે માલવાહક વાહનોના પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. જેમાંમહેન્દ્ર શાહથી ગુજરાતી ચોફ ત૨ફથી શહેરમાં પ્રવેશતા, એન.એસ.સર્કલ થી લક્ષ્મી ચોકડી ત૨ફથી શહેરમાં પ્રવેશતા, ૨ઘુવિ૨ સીટી સેન્ટરથી કોમ્યુનીટી હોલ તરફથી શહેરમાં પ્રવેશતા, દિપ સર્કલથી બેઠક મંદિર તથા કલ્પના સીનેમા તરફથી શહે૨માં પ્રવેશતા, નવા બસ સ્ટેન્ડથી બેઠક મંદીર ત૨ફથી શહેરમાં પ્રવેશતા, લોટીયા ભાગોળ સર્કલથી ટાવર બજાર તરફથી શહે૨માં પ્રવેશતા તથા અમુલ ડેરી સર્કલથી સ્ટેશન ત૨ફથી શહે૨માં પ્રવેશતા માર્ગોનો સમાવેશ થાય છે.