top of page
17/04/2023
Maru Anand Online
Latest News
Maru Anand
પીવાના પાણીની લાઇનમાં થયેલા લીકેજની મરામત નહીં થતાં રોગચાળાનો ભય
આણંદ શહેરના નાની ખોડિયાર મંદિર સામે છેલ્લા 6 માસથી પાઇપલાઇનમાં લીકેજ હોવાથી દૂષિત પાણી અાવતુ હોવાની સમસ્યા વકરી રહી છે. જે અંગે વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ જ પગલા લેવાતા નથી. ત્યારે ફરી રહીશોએ શનિવારે પાલિકામાં રજૂઆત કરી હતી. પરંતુ બીજા દિવસે પણ સમસ્યા યથાવત રહેતા વિસ્તારની 50થી વધુ સોસાયટીના 3 હજારથી વધુ લોકોને રોગચાળોનો ભય સત્તાવી રહ્યો છે. તેમજ પીવાનું શુધ્ધ પાણી મેળવવા ભટકવાનો વખત આવ્યો છે. જેને લઇને ભારે રોષ જોવા મળી રહ્યો છે.
પાલિકા કહે છે સામાન આવશે ત્યારે સમારકામ થશે
આણંદ નાની ખોડિયાર પાસે પાણીની પાઇપ લાઇનમાં પડેલા લીકેજ બાબતે ચીફ ઓફિસરને રૂબરૂ રજૂઆત વારંવાર કરવા છતાં આજદિન સુધી રીપેરીંગ કામ થયું નથી. માલસામાન આવશે ત્યારે સમારકામ થશે. તેવા ગોળ ગોળ જવાબ આપે છે.
bottom of page