19/04/2023
Maru Anand Online
Latest News
Maru Anand
બોરસદ ડેપોમા બસ પાસ માટે આવતા ઘણા બધાને ધક્કા ખવડાવતા હોવાનો આક્ષેપ

બોરસદ ડેપોના પાસ ક્લાર્ક દ્વારા સર્વર પ્રોબ્લેમ હોવાનું જણાવી બસ પાસ માટે આવતા ઘણા બધાને ધક્કા ખવડાવતા હોવાનો આક્ષેપ મુસાફરો દ્વારા વ્યક્ત કરવામાં આવે છે. સર્વર પ્રોબ્લેમ અને લાંબી લાઈનોથી ત્રસ્ત મુસાફરો પોતાની સુવિધા અનુસાર ઓનલાઇન સર્વિસ પાસ માટે નોંધણી કરાવી લે છે. પરંતુ ઓનલાઇન નોંધણી બાદ પણ સર્વિસ પાસ માટે નિયમોનું મનધડત અર્થઘટન બતાવી મુસાફરોને પરેશાન કરવામાં આવે છે. ઓનલાઇન સર્વિસ માટે નોંધણી કેમ કરાવો છો એવા પ્રશ્નો પુછવામાં આવે છે.
સમગ્ર વહીવટી તંત્ર ડીજીટલ ક્ષેત્રે ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે. ત્યારે બોરસદના એસ ટી બસ ડેપો દ્વારા ડીજીટલ વ્યવસ્થાનો ઉપયોગ કરનાર પ્રત્યે ભેદભાવ ભર્યું વલણ રાખવાની નીતિથી નોકરીયાત વર્ગને ભારે હેરાનગતિ ભોગવવી પડી રહી હોવાનું મુસાફરો દ્વારા જણાવવામાં આવ્યું છે.
બોરસદના બસ ડેપો દ્વારા બસ પાસની કામગીરી મામલે અવાર નવાર વિવાદો ઉદભવે છે. ક્યારેક ઘર્ષણ થાય તેવી પરિસ્થિતિ પેદા થાય છે. જેથી સંબંધિત ઉચ્ચ અધિકારીઓ દ્વારા વહેલી તકે બોરસદ ડેપો ખાતે કાર્યરત પાસ કેન્દ્ર બાબત જનહિત માટે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.