top of page
26/04/2024
Maru Anand online
Latest News
Maru Anand
આણંદ પાલિકામાં 25 સીસીટીવી કેમેરા ફીટ થતાં ગુલ્લીબાજ કર્મી નિયમિત થયા

આણંદ આણંદ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો જાહેર કર્યો છે.ત્યારે આગામી જૂન માસમાં વહીવટદારનું શાસન આવે તેવી સંભાવના વર્તાઇ રહી છે.જેના પગલે આણંદ પાલિકાના સત્તાધિશો રીતસરના હરકતમાં આવી ગયા છે. આણંદ પાલિકામાં વર્ષો બાદ અરજદારો અને કર્મચારીઓ દેખરેખ માટે એકાઉન્ટ ,ઘરવેરા, વ્યવસાય વેરા, જન્મ મરણ, નાગરીક સુવિધા કેન્દ્ર ,દિવા બત્તી , યુસીડી, વોટર વર્કસ , ડ્રેનેજ ,લગ્નની નોંધણી શોપએકટ લાયસન્સ ,ભાડા ,સેન્ટરી વિભાગ ,ટ્રાન્સપોર્ટ વિભાગ, ફાયર વિભાગ, બાકરોલ ઝોન ઓફિસ સહિત પાલિકા ભવનમાં પ્રવેશતા તમામ વિસ્તારોમાં રૂ 4.65 લાખના ખર્ચે હાઇફાઇ ફોકસ ટેકનોલોજી સહિતના સીસીટીવી કેમેરા મુકવામાં આવ્યાં છે.
bottom of page