top of page

14/04/2023

Maru Anand Online

Latest News

Maru Anand

ખંભાત ખાતે ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ બાબા સાહેબની પ્રતિમાને હાર પહેરાવ્યો; પુષ્પાંજલિ પાઠવી ઉજવણી કરાઈ

ખંભાત ખાતે ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ બાબા સાહેબની પ્રતિમાને હાર પહેરાવ્યો; પુષ્પાંજલિ પાઠવી ઉજવણી કરાઈ

સાહેબ આંબેડકરની 132મી જન્મ જયંતીને લઈ ખંભાતમાં કોંગ્રેસ અને ભાજપના આગેવાનોએ પ્રેસ રોડ ખાતે આવેલ બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ પાઠવી હતી. જેમાં કોંગ્રેસના ચાલુ ધારાસભ્ય ચિરાગ પટેલ, ખંભાત નગરપાલિકાના કાઉન્સિલર નીતિન બ્રહ્મભટ્ટ, ખુશ્મન પટેલ વગેરે કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા. સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ પિનાકીન બ્રહ્મભટ્ટ, પૂર્વ ધારાસભ્ય મયુર રાવલ, રાજુ રાણા, કલ્પેશ પંડિત, પ્રશાંત ઝવેરી, કમલેશ રાવળ વગેરે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો હાજર રહ્યા. સૌએ બાબાસાહેબને પુષ્પાંજલિ પાઠવી હતી.

બાબાસાહેબ આંબેડકર ‌‍(મૂળ નામ: ભીમરાવ રામજી આંબેડકર) (14 એપ્રિલ 1891–6 ડિસેમ્બર 1956) એક કાયદાશાસ્ત્રી, રાજનેતા, તત્વચિંતક, નૃવંશશાસ્ત્રી, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી તેમજ અનેક વિષયના જ્ઞાતા હતા. તેઓ ડૉ. બાબાસાહેબ આંબેડકરના હુલામણા નામથી પણ જાણીતા છે. તેઓએ ભારતમાં બૌદ્ધ પુનર્જાગરણ આંદોલનની શરૂઆત કરી. તેઓએ ભારતીય બંધારણસભામાં નિભાવેલી જવાબદારીને કારણે તેમને 'બંધારણના ઘડવૈયા' તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતના પ્રથમ કાયદામંત્રી હતા. તેમને મરણોપરાંત ભારતના સર્વોચ્ચ નાગરિક પૂરસ્કાર ભારત રત્નથી 1990માં નવાજવામાં આવ્યા હતા.

 

logo-whatsapp-png-46044_edited.png
bottom of page