top of page
30/07/2023
Maru Anand Online
Latest News
Maru Anand
ધરોઈ ડેમમાંથી છોડાશે પાણી, અમદાવાદ સહિત 7 જિલ્લાને અપાયું એલર્ટ

મહેસાણાના ધરોઈ ડેમમાંથી પાણી છોડાયું છે. ધરોઈ ડેમમાંથી 4000 ક્યુસેક પાણી છોડાયું છે. ધરોઈ ડેમનો એક ગેટ ખોલવામાં આવ્યો છે. જેના પગલે સાત જિલ્લાના કલેક્ટરને એલર્ટની જાણ કરાઈ છે. સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, બનાસકાંઠા, ખેડા, આણંદ, મહેસાણા જિલ્લાને એલર્ટ સ્ટેજની જાણ કરાઇ છે.
ધરોઇ ડેમની કુલ 622 સપાટી સામે 619 ફૂટ સુધી ભરાશે. ચાલુ માસે સપાટી 619 ફૂટ સુધી ભરવા મંજૂરી મળી છે. હાલમાં ડેમની જળ સપાટી 618.38 ફૂટે પહોંચી છે. જ્યારે ડેમનો જળ સ્ટોક 86.20% થયો છે.
bottom of page