top of page

20/04/2023

Maru Anand Online

Latest News

Maru Anand

પશ્વિમ રેલ્વે વિભાગ દ્વારા આગામી 21મીએ આણંદ -ખંભાત ઇલેક્ટ્રીક મેમુ ટ્રેન દોડાવવાનો નિર્ણય

પશ્વિમ રેલ્વે વિભાગ દ્વારા આગામી 21મીએ આણંદ -ખંભાત ઇલેક્ટ્રીક મેમુ ટ્રેન દોડાવવાનો નિર્ણય

પ્રાપ્ત માહિતી મુજબ આણંદ -ખંભાત રેલ્વે લાઇન પર અંગ્રેજોના શાસન કાળથી કોલસા એન્જીની દોડવવામાં આવતું હતું. ત્યારબાદ 1998 બાદ ડેમુ ડ્રેન દોડવામાં આવી હતી . ડેમુ ટ્રેનના કારણે પ્રદુષણ અને વારંવાર એન્જી ખોટકાઇ જવાની ફરિયાદો ઉઠી હતી. આખરે રેલ્વે વિભાગે ઇલેક્ટ્રીક ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો હતો.

 

આણંદ રેલ્વે સ્ટેશન ખાતે 2 મેમુ ટ્રેન આવી પહોંચી છે. આગામી 21મીએ મેમુ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. મેમુ ટ્રેન દિવસ 8 વખત દોડાવવામાં આવશે. વિદ્યાનગર, કરસમદ ,અગાસ, પેટલાદ , તળાવતલાવ , તારાપુર, ખંભાત સહિત 41 વધુ ગામડાઓના મુસાફરોને ઝડપી ટ્રેન સેવાનો લાભ મળશે.

 

logo-whatsapp-png-46044_edited.png
bottom of page