top of page

23/04/2023

Maru Anand Online

Latest News

Maru Anand

બીટકોઈન સ્કેમ - બીટકોઇનમાં ત્રણ ગણા કરવા જતાં 8 હજાર ગુમાવ્યાં

બીટકોઈન સ્કેમ - બીટકોઇનમાં ત્રણ ગણા કરવા જતાં 8 હજાર ગુમાવ્યાં

બોરસદના ગોસાઇવાડામાં રહેતા યુવકે બીટકોઇનમાં નાણા ત્રણ ગણા કરવાની લાલચમાં રૂ.આઠ હજાર ગુમાવ્યાં હતાં. આ અંગે બોરસદ શહેર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

બોરસદના ગોસાઇવાડાના અશરફી મહોલ્લામાં રહેતો સાહીલ ઇરફાન પઠાણ કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવે છે. સાહીલ 27મી માર્ચ,23ના રોજ નોકરીના સ્થળે બોરસદ શહેરની આણંદ ચોકડી નજીક આવેલા રામોજી આર્કેટમાં કૃણાલ પટેલની ઓફિસે હાજર હતો તે વખતે તેમના મોબાઇલ પર ટેલીગ્રામ એપ્લીકેશનમાં કોઇએ મેસેજ મોકલ્યો હતો. આ મેસેજમાં બીટકોઇનમાં ઇન્વેસ્ટ કરશો તો તમને રિટર્નમાં ત્રણ ગણી રકમ પરત મળશે. તે રીતે અલગ અલગ રકમની સામે મળવાપાત્ર રકમ લખેલી હતી. આથી, ટેલીગ્રામ મેસેજ કરી સ્કીમની સત્યતા બાબતે પુછપરછ કરેલી હતી. તે પછી તેમના પર વિશ્વાસ બેસતા સાહિલે પ્રથમ રૂ.ત્રણ હજાર ગુગલ પેથી ટ્રાન્સફર કર્યા હતા. તે સમયે સામેથી બીટકોઇનમાં રૂ. ત્રણ હજારમાં રજીસ્ટ્રેશન મળતું નથી. જેથી તમે બીજા રૂ.પાંચ હજાર ઇન્વેસ્ટ કરો તો કુલ રૂ. આઠ હજાર ઇન્વેસ્ટ થવાથી તમને બીટકોઇનમાં રજીસ્ટ્રેસન મળશે. તેની મળવાપાત્ર રકમ મળી જશે. જેથી સાહિલે વધુ રૂ. પાંચ હજાર જમા કરાવ્યાં હતાં.

આમ છતાં તમારૂ રજીસ્ટ્રેશન પેન્ડીંગમાં છે, જેથી તમે પેન્ડીંગ ચાર્જ ક્લીયર કરો તો તમારૂ રજીસ્ટ્રેશન થઇ જશે અને તમને તમારા પૈસા મળી જશે. તેમ જણાવતા સાહિલને શંકા જતાં તેની સાથે છેતરપિંડી થઇ હોવાનું લાગ્યું હતું. આ અંગે બોરસદ શહેર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે અજાણ્યા શખસ સામે ગુનો નોંધ્યો હતો.

logo-whatsapp-png-46044_edited.png
bottom of page