top of page
29/11/2025
Maru Anand Online
Latest News
Maru Anand
મલેશિયા, ઈન્ડોનેશિયા અને થાઈલેન્ડમાં પૂરને કારણે મૃત્યુઆંક ૩૨૧ પહોંચ્યો

મલેશિયા, ઈન્ડોનેશિયા અને થાઈલેન્ડમાં પૂરને કારણે મૃત્યુઆંક ૩૨૧ પહોંચ્યો છે. અધિકારીઓ નાગરિકોને બચાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. ઈન્ડોનેશિયામાં સુમાત્રા ટાપુ પર શુક્રવારે ૧૭૪ લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી હતી. વરસાદ બંધ થયો હોવા છતાં ૭૯ લોકો ગુમ હોવાની માહિતી સામે આવી હતી. જ્યારે, હજારો પરિવારો વિસ્થાપિત થયા છે. સુમાત્રાના પડંગ પરિયામન પ્રદેશના ૨૨ નાગરિકો મૃત્યુ પામ્યા છે. થાઈલેન્ડમાં મૃત્યુઆંક ૧૪૫ પર પહોંચ્યો છે. આઠ દક્ષિણ પ્રાંતોમાં પૂરથી ૧૪૫ લોકો માર્યા ગયા છે. જ્યારે, કુલ ૩૫ લાખથી વધુ પ્રભાવિત થયા છે. મલેશિયાના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, થાઈલેન્ડની ૨૫થી વધુ હોટલોમાં ફસાયેલા ૧,૪૫૯ મલેશિયન નાગરિકોનું રેસ્ક્યુ ઓપરેશન સફળ રહ્યું હતું.
bottom of page
