24/04/2023
Maru Anand Online
Latest News
Maru Anand
વિદ્યાનગરના કેટલાંક માર્ગો પરથી આખેઆખા પીવીસી બમ્પ ચોરી
વિદ્યાનગરના આંબાવાડી વિસ્તાર અને મનીષ કોર્નર સહિતના માર્ગ પર અગાઉ પાલિકા દ્વારા પીવીસી બમ્પ મૂકવામાં આવ્યો હતો. પરંતુ તાજેતરમાં કોઇ તસ્કરો આખેઆખો બમ્પ જ ઉઠાવી ગયા છે. જેના કારણે રસ્તા પર ફીટ કરાયેલ ત્રિસેક જેટલા લોખંડના ખીલાના કારણે ખાસ કરીને ટુ વ્હીલર વાહનોના ટાયરમાં પંકચર, ફાટવાની સમસ્યાથી ચાલકો ત્રસ્ત બન્યા છે. શહેરના મુખ્ય માર્ગો પર તેમજ માર્ગ પરથી સોસાયટી તરફેના રસ્તા પર પાલિકા દ્વારા ડામરના બદલે પીવીસી બમ્પ મૂકવામાં આવે છે.
શહેરમાં વિવિધ સ્થળોએ મૂકાયેલ પીવીસી બમ્પ પૈકી અનેક સ્થળોએ બમ્પને વચ્ચેથી તોડી નાંખવામાં આવ્યાનું જોવા મળે છે. જેથી આ ખુલ્લી જગ્યામાંથી ખાસ કરીને ટુ વ્હીલરચાલકો સડસડાટ પસાર થાય છે. જેના કારણે અકસ્માત પણ થઇ રહ્યા છે. આથી પીવીસી બમ્પ મૂકાયા હોય તે સ્થળની આસપાસની દુકાન, હોસ્પિટલ કે ઘરના સીસીટીવી કેમેરાના ફુટેજ મેળવીને બમ્પને નુકસાન પહોંચાડનાર તત્વોને ઓળખીને પાલિકાએ તેમની સામે કાર્યવાહી હાથ ધરવી જોઇએનો મત વ્યકત થઇ રહ્યો છે.