04/05/2023
Article taken from Divyabhaskar
Latest News
Maru Anand
વિદ્યાનગર-મોગરી રોડ પર 35 વર્ષ જૂના 27 વૃક્ષો કાપી નખાશે
મોગરી વિદ્યાનગર જનતા ચોકડી રોડ પર જીઆઇડીસી વિસ્તાર સહિત ટોલ નાકા નહીં હોવાથી દિન પ્રતિદિન 5 હજાર ઉપરાંત વાહન ચાલકોની અવરજવર રહે છે. ત્યારે માર્ગ પર વારંવાર ટ્રાફિક જામ થઇ જતો હોવાથી તંત્રએ 2 કિમી સુધી ફોરલેને માર્ગ બનાવાનો નિર્ણય કર્યો હતો. જેના ભાગરૂપે કરમસદ પાલિકાએ નડતર રૂપી 54 વધુ કાચાપાકા દબાણોનો સફાયો બોલાવી દીધો હતો.
પરંતુ માર્ગ પર 32 જેટલા ઘટદાર વૃક્ષો આવતાં હોવાથી વિદ્યાર્થી નેતાઓએ વૃક્ષોને બચાવવા માટે આંદોલન સહિત કાર્યક્રમો યોજ્યાં હતા. જેના લીધે 2 માસ કામગીરી બંધ રાખવામાં આવી હતી. આખરે તંત્રને વન વિભાગ સહિત વડી કચેરીથી વૃક્ષો કાપવાની મંજૂરી મળતાં જ તંત્રએ વૃક્ષો કાપીને હરાજી કરવા નિર્ણય કર્યો છે.
આ અંગે મોગરી ગ્રામ પંચાયતના વહીવટીદાર રશ્મીકાબેન ચૌહાણે જણાવ્યું હતું કે, 5 વડના વૃક્ષો કાપવાની મંજૂરી મળી નથી. તેમજ 27 વૃક્ષોની કાપવાની મંજૂરી મળતાં કામગીરી હાથ ધરવામાં આવી છે. આ અંગે પીડબલ્યુડી વિભાગના રવિ પટેલે જણાવ્યું હતું કે, વૃક્ષો કાપવાની કામગીરી પૂર્ણ થતાં માર્ગ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે.